શિક્ષકને જન્મદિવસની શુભેચ્છા | Birthday Wishes for Sir, Teacher, Madam in Gujarati

શિક્ષકને જન્મદિવસની શુભેચ્છા : Birthday Wishes for Sir, Teacher, Madam in Gujarati : સારા શિક્ષક એ વ્યક્તિ છે જે આપણને પુસ્તકીય જ્ઞાન સાથે જીવન જીવવાનું શીખવે છે. માનવ જીવનમાં શિક્ષકનું ખૂબ મહત્વ છે. આચાર્ય ચાણક્યના મતે, શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો, તેના ખોળામાં આપત્તિ અને સર્જન વધે છે. જો તમારા જીવનમાં આવા કોઈ શિક્ષક છે અને તમે તેને જન્મદિવસની શુભકામનાઓ આપવા માંગો છો, તો આજની પોસ્ટ તમારા માટે ઉપયોગી થશે.

આ પોસ્ટમાં અમે તમારા માટે શિક્ષકને જન્મદિવસની શુભેચ્છા સંદેશ – Teacher Birthday wishes in Gujarati લાવ્યા છીએ. તમે આ સંદેશાઓ (birthday wishes for sir in gujarati) તમારા મનપસંદ શિક્ષક સાથે તેમના જન્મદિવસ પર શેર કરી શકો છો. તો ચાલો શરુ કરીએ..

Sir/Teacher Birthday Wishes in Gujarati

Teacher Birthday Wishes in Gujarati

ગુરુજી આપનો જન્મદિવસ અવિસ્મરણીય બનાવીએ,
જેને તમે અભ્યાસ થકી હોશિયાર કર્યા ભણાવી ગણાવીને,
ઉજવીને જન્મદિવસ કેદ કરી લઈશુ આ સમયને,
શુભેચ્છાઓ ખૂબ અમારા સહુ તરફથી જન્મદિવસની આપને.

આપના સાથ થકી જીવનમાં આજ્ઞાનતા દુર થઈ,
આપનાં આશિષ સંગે સદા રાખી અમોને સફળતા પ્રાપ્ત થઈ,
આપના જીવનનો સોનેરી દિવસ જન્મદિવસ યાદ રાખી ઉજવણી થઈ,
આપને યાદ કરી પાઠવી શુભેચ્છાઓ હેતુ આપનો આનંદ ઉજવણી સફળ થઈ.

સર શિસ્ત ને સમયનું ભાન કરાવ્યું,
ત્યારે અમોએ ખૂબ મોઢું બગાડ્યું,
આજે એજ શિસ્તે જીવનમાં ઉચ્ચ સ્થાને પહોંચાયું,
આપ ખૂબ લાબું આયુષ્ય કરો પ્રાપ્ત એવું ઈશ્વરને કહ્યું.

આગળ ભલે વધ્યા જીવનમાં,
જેના થકી આજ છીએ તે ના ભુલાય જીવનમાં,
તેમના જીવનનો શુભ અવસર જન્મદિવસ આનંદમાં,
અમે કેમ વીસરીએ અભિવ્યક્ત કરીને લાવીએ આપને આનંદમાં.

ગુરુજીનો એક ફટકો પણ આજ બન્યું છે સરળ જીવન,
જીવનના દરેક માર્ગમાં આપનું જોઈએ માર્ગદર્શન,
આપનું મળતું રહે ડગલે- પગલે આમજ માર્ગદર્શન આજીવન,
આપને શુભેચ્છાઓ જન્મદિવસની રહે આપનો હાથ મસ્તકે આજીવન.

ગુરૂજી જાણે ચંદ્ર સમાન કળાઓ તેની વધે-ઘટે,
તેમ સ્નેહ તેઓનો-સમજણ અમારી પર એમજ વધે-ઘટે,
પણ તેઓનું લક્ષ્ય એક પ્રકાશ ફેલાવી ઉજ્વળ ભવિષ્ય કરે અમારું,
આપના જન્મદિવસે શુભેચ્છાઓ સંગે નતમસ્તક નમન સ્વીકારો અમારું.

આજ જે નામના મેળવી તેમાં આપનો હાથ છે,
આપના હાથનો માર જ આ સ્થાને પહોંચાડી શક્યો છે,
બસ આજ હાથ સદા આશિષ માટે ઉઠતો રહે,
આપને જન્મદિવસની શુભકામનાઓ આમજ આપનો હાથ મસ્તકે રહે.

શિક્ષકને જન્મદિવસની શુભેચ્છા સંદેશ

જીવનમાં અઢળક આવ્યા વળાંકો,
કોઈ ટેડા તો કોઈ મેડા વળાંકો,
પણ જ્ઞાન આપનું સદા કરાવતું સીધા વળાંકો,
આપનાં જન્મદિવસની શુભેચ્છાઓ કે ઈશ્વર આપના કરે દરેક સીધા વળાંકો.

birthday wishes for sir in gujarati

બેન તમારા સંગે થી શીખ્યા ઘણું,
ગણ્યા- ભણ્યા ને આગળ વધ્યા ઘણું,
આમજ તમો હસ્તે ઘણા ભણે ઘણું,
અને તમે અમ જેવા માટે જીવો ઘણું.

અમને રાહ બતાવનારનો રાહ કરજો સરળ ઈશ્વર,
અમને જ્ઞાન આપનારને અજ્ઞાન વ્યક્તિઓથી રાખજો દુર ઈશ્વર,
અમને સમયનું મૂલ્ય સમજાવનારને ખરાબ સમય થી દુર રાખજો ઈશ્વર,
જન્મદિવસ એક નહીં દરેક દિવસો ઉજવણીમાં ફેરવજો ઈશ્વર.

અંદર રહેલી શક્તિઓ ને ખીલવનાર એક શિક્ષક,
કોઈ કલ્પના બહારનું કાર્ય પૂર્ણ કરવામાં હિંમત આપનાર શિક્ષક,
હુંની સુષુપ્ત અવસ્થાને જગાડનાર એક શિક્ષક,
જન્મદિવસની જાજેરી વધામણી આપના વિના હું અધૂરો હોત શિક્ષક.

શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો, વિપત્તિ અને સર્જન તેના ખોળામાં ઉગે છે – આચાર્ય ચાણક્ય
અમારા પ્રિય શિક્ષકને જન્મદિવસની શુભેચ્છા

ગુરુ બ્રહ્મા ગુરુવિષ્ણુ: ગુરુદેવ મહેશ્વર:।
ગુરુ સાક્ષાત્પરબ્રહ્મ તસ્મયશ્રી ગુરુવે નમઃ ।
હેપ્પી બર્થ ડે સર

જેઓ દેશના ભાવિ નાગરિકોને દેશના સ્તંભો શીખવે છે અને કર્તવ્યનિષ્ઠ બનાવે છે. આવા શિક્ષકોને જન્મદિવસની શુભકામનાઓ

જીવનના દરેક વળાંક પર કેવી રીતે ચાલવું તે શીખવનાર શિક્ષક રૂપી દેવ માણસને નમન. જન્મદિવસ ની શુભકામના

શિક્ષકો એવા ખેડૂતો છે જે મગજમાં જ્ઞાનના બીજ અને હૃદયમાં સંસ્કૃતિના બીજ વાવે છે
હેપ્પી બર્થ ડે સર

એક સારો શિક્ષક મિત્ર અને માર્ગદર્શક બંને છે. આવા માર્ગદર્શક અને મિત્ર અમારા શિક્ષકને જન્મદિવસની શુભેચ્છા..

નંદિનીબા ઝાલા
(સ્નેહ)

birthday wishes for madam in gujarati

શિક્ષક વિના શિક્ષણ અધૂરું,
જ્ઞાન વિના જીવન મહીં અંધારું,
તમો થકી આજ ઉજળા અમો,
શતમ જીવો શરદ: આમજ આશિષ વરસાવતા રહો.

Hope you like all this birthday wishes for sir in Gujarati and Teacher Birthday Wishes in Gujarati. This birthday quotes are specially written to share with teachers on the special occasion of their birthday you can share this quotes with them. Hope your teachers also like this birthday wishes. Thank You…

Share and Enjoy !

Shares

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shares