લગ્ન વર્ષગાંઠ ની શુભેચ્છાઓ – Marriage Anniversary Wishes in Gujarati : પતિ -પત્નીના સંબંધો પ્રેમ અને વિશ્વાસથી ભરેલા હોય છે. લગ્ન એ બે આત્માનું મિલન છે. વાર્ષિક લગ્નની વર્ષગાંઠ, જે દર વર્ષે ઉજવવામાં આવે છે, લગ્નની વર્ષગાંઠ છે જે પતિ અને પત્ની વચ્ચેના પ્રેમમાં વધારો કરે છે. આ શુભ દિવસે લગ્ન વર્ષગાંઠ શુભેચ્છા સંદેશ – marriage anniversary wishes in gujarati તમે મોકલીને એકબીજાને ખુશ કરી શકો છો.
આજના લેખમાં અમે કેટલાક મેરેજ એનિવર્સરી કવિતા – Happy Anniversary Wishes in Gujarati એકત્રિત કર્યા. તમે તમારા જીવનસાથીને આ શુભેચ્છાઓ મોકલી શકો sildenafil kaufen osterreich છો અને આ ખાસ દિવસે તેમને શુભેચ્છાઓ આપી શકો છો.
Marriage Anniversary Wishes in Gujarati
સાત ફેરાથી બંધાયેલું પ્રેમનું બંધન,
જીવનભર આમ જ બંધાયેલું રહે,
કોઈની નજર ન લાગે તમારા પ્રેમને
અને તમે દર વર્ષે આમ જ વર્ષગાંઠ મનાવતા રહો.
લગ્નજીવનને ટકાવી રાખવું એતો છે સહેલું,
પણ તેમાં જીવનને પરોવી મઘમઘતું રાખવું એ છે અઘરું,
બસ અમોની શુભેચ્છાઓ રહેશે તમો સંગે અઢળક,
ને તમોનું લગ્નજીવન સદા રહે ખીલતું ને મઘમઘતું.
તમોએ પ્રભુતામાં પગલાં પાડ્યા ને તમોના સ્નેહબંધન કેરા સાક્ષી અમે,
આજ એજ સમય ને વર્ષો વીત્યા ને આમજ સ્નેહ રહે અકબંધ એવી પ્રાર્થના કરીયે અમે.
દીદી અને જીજાજી તમારી જોડી લાગે બહુ પ્યારી,
બસ આમજ લગ્નજીવનમાં સુખ -સમૃદ્ધિ છલકે જોડી બને ન્યારી.
મમ્મી પાપા તમોના લગ્નજીવન થકી સમજ કેળવી,
અમોનું બન્યું લગ્નજીવન સુખમય રીત તમોની કેળવી,
આભાર સહ શુભેચ્છાઓ લગ્નજીવન વર્ષગાંઠની.
લગ્નજીવન એ સાત ભવનું બંધન માનવામાં આવે છે,
તમારા આ પવિત્ર લગ્નજીવનનાં બંધનની આજ વર્ષગાંઠ છે,
આ પવિત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિલ થી પાઠવીએ છે.
હું અને તું નો ઉડી જાય જ્યાં છેદ બાકી રહે માત્ર આપણું,
તારૂં ને મારૂં પણ બની જાય સર્વસ્વ આપણું,
તેવો રહે ભાવ સદા તેવી ઈશ્વર ને અરજ સાથે લગ્નજીવનની શુભેચ્છાઓ.
ચાંદ-તારાની જેમ
ચમકતું-દમકતું રહે તમારું જીવન,
ખુશીઓથી ભરાઈ જાય તમારું જીવન,
લગ્નની વર્ષગાંઠની અઢળક શુભેચ્છાઓ.
તમોના પ્રણય કેરો આજ ખીલ્યો હતો રંગ,
જીવનભર ના ઉતરે એકમેકનાં સંગનો રંગ,
દિવસે ને દિવસે ઘાટો થવા લાગે આ રંગ,
એવી શુભકામનાઓ આશિષ ને સંગ.
એકમેકના વિશ્વાસ ને તાંતણે ગુંથાયું છે લગ્નજીવન,
સુખ -દુઃખની વહેંચણીથી થયા તાર મજબૂત છે લગ્નજીવન,
સ્નેહ કેરો રંગ ચડે પાકોને રગબેરંગી બને લગ્નજીવન,
બસ આમજ એકમેક સંગે અવિરત વહેતું રહે આપનું લગ્નજીવન.
હસ્તમેળાપે પકડ્યો હતો જે મહેંદી સજેલો હાથ,
તે સ્નેહ ભર્યો સાથ ને પકડ બને તમોના સંગે મજબૂત હાથ,
વર્ષો વીતે પણ એ વચનને નિભાવવાની તડપ વધે ને ના છૂટે હાથ,
બસ અમો ઈશ ને કરીયે અરજ આમજ અકબંધ રહે સ્નેહભર્યો સાથ.
લગ્ન વર્ષગાંઠ ની શુભેચ્છાઓ
“તમારા લગ્નની વર્ષગાંઠ પર આ દુઆ છે અમારી
આકાશમાં જેટલા તારા છે એટલી ઉંમર હોય તમારી! !”
એકમેકમાટે સમર્પણ, લાગણીઓ, માન ને સંગે ચાલો જીવનપથ પર,
સ્નેહ થકી અઘરાં વળાંકો ને કરતા રહો સરળતાથી દુર જીવનપથ પર,
લગ્નજીવન દિવસની શુભેચ્છાઓ અમારા વતી ને દિવસને બનાવો ખાસ જીવનપથ પર.
સપ્તપદીના ફેરાના વચનો અમે સાંભળ્યા હતા ઘણીવાર,
પણ આજે તમો થકી અમે જોયા હતા એ નિભાવી જાણનાર.
ડગલેને પગલે હું સાથે જ છું એવો એક મીઠો અહેસાસ,
જીવનની દરેક મુશ્કેલીઓ સરળ કરી દે એવો એક સહેવાસ,
તમોને જોઈ લગ્નજીવનનો એક મળતો અમને સ્નેહ કેરો અહેસાસ,
આપનો બન્નેનો આજીવન રહે સ્નેહ મહીં તરબતર એજ સહેવાસ.
Marriage Anniversary Wishes in Gujarati
“ફૂલ જે રીતે સૌથી સુંદર લાગે છે બાગમાં,
એ જ રીતે તમે બંને સુંદર લાગો છો એકસાથે
લગ્નની વર્ષગાંઠની અઢળક શુભકામનાઓ!”
જીવન સુંદર બનાવનારા સુંદર વ્યક્તિને વર્ષગાંઠની શુભકામનાઓ
ભગવાનનો ખૂબ ખૂબ આભાર
કે તેમણે મને દુનિયાનો સૌથી સુંદર,
સમજદાર અને પ્રેમાળ પતિ આપ્યો
તમને લગ્નની વર્ષગાંઠની શુભકામનાઓ
લગ્ન એટલે એકબીજાને પરખવા નહીં પણ એકમેકની હાજરીને માણો,
તમે બન્ને પણ એકબીજાની હાજરીને માણી લગ્નજીવનને ખૂબ માણો.
સંસ્કારથી મઢેલું લગ્નજીવન એ તેનું એક ઘરેણું છે નહીકે કોઈ બંધન,
સંસ્કાર જે લગ્નજીવનનાં પાયામાં રહે તેનું મજબૂત બને છે બંધન,
એકમેકનું માન – સન્માન જાળવી સંસ્કારો થકી ગાઢ બને બંધન,
આપને આ સ્નેહ ભર્યા લગ્નજીવનની શુભેચ્છાઓ કે આજીવન રહે આ બંધન.
happy anniversary wishes in gujarati
જીવનની પહેલી કિરણ છો તમે,
સાત જન્મોનો સાથ છો તમે,
વિશ્વાસનો પાયો છો તમે,
તમને લગ્નની વર્ષગાંઠની શુભકામનાઓ.
લગ્નની વર્ષગાંઠની શુભકામનાઓ.
ઇશ્વર તમને આશીર્વાદ આપે
અને તમને સદા ખુશ રાખે.
Happy Marriage Anniversary Dear
હું ઇશ્વરનો આભારી છું
કે તેમણે તમને મારા જીવનમાં મોકલ્યાં.
લગ્નની વર્ષગાંઠની ખૂબ શુભેચ્છા!
હું તમને પ્રેમ કરું છું!
તમારા લગ્નની વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છા.
તમારી જોડી ખરેખર સ્વર્ગમાં બની છે!
તમે અલગ નઈ એક છો તેવી ભાવના કેળવજો,
તમારો સાથ જ તમને પૂર્ણ કરે છે એ વાત સમજજો,
જીવનના ઉતાર – ચડાવમાં એકમેક સંગે હાજર રહેજો,
અમારા આશિષ સદા તમો સંગે જ છે સ્વીકારજો,
તમે બસ આમજ સ્નેહ વરસાવી એકમેકનાં સહકારથી આનંદમય રહેજો,
લગ્નજીવનની દિલથી બન્ને ને શુભકામનાઓ સંગે અમારો પ્રેમ સ્વીકારજો.
મને પ્રેમ કરવા બદલ,
મારું ધ્યાન રાખવા બદલ
અને મારી સાથે ઝઘડો કરવા બદલ આભાર.
હું તમારી સાથે રહેવાથી ક્યારેય નહીં થાકું.
લગ્નની વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છા મારા વ્હાલા!
ભાઈ- ભાભી તમારી આ નટખટ જોડી,
બની રહે સદા સંગે પ્રેમ ભરી જોડી,
લગ્નદિવસની શુભેચ્છાઓ આ સ્નેહાળ જોડી.
marriage anniversary status in gujarati
તમારાં જેવી પત્ની મેળવવી મારા માટે ઘણું છે.
તમારા કારણે, મારું જીવન શાંતીમય અને ખુશ છે.
મારો સાથ ક્યારેય ન છોડવા બદલ આભાર.
મારી પત્નીને વર્ષગાંઠની શુભેચ્છા!
Marriage Anniversary Wishes in Gujarati
આ દિવસે, મેં દુનિયાની સૌથી સુંદર મહિલા સાથે લગ્ન કર્યાં હતાં.
મારી વ્હાલીને લગ્નની વર્ષગાંઠની ખૂબ શુભેચ્છા.
તમે મારા જીવનનો સૌથી કિંમતી મોતી છો.
મારા સપનાંની વ્યક્તિને લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છા.
મારા પ્રેમ, જીવનમાં તમારી સાથે ચાલવું મારા માટે ખૂબ મોટી બાબત છે.
તો મિત્રો, આ કેટલાક લગ્ન વર્ષગાંઠ ની શુભેચ્છાઓ (Marriage Anniversary Wishes in Gujarati) સંદેશાઓ હતા. અમને આશા છે કે તમને આ શુભેચ્છા સંદેશ ગમશે. તમે આ સંદેશાઓ યુગલોને તેમની લગ્નની વર્ષગાંઠ પર મોકલી શકો છો. આ Anniversary wishes in Gujarati શુભેચ્છા સંદેશ ચોક્કસપણે તમારા અને કોપ્યુલ્સ વચ્ચેના પરસ્પર સંબંધમાં વધારો કરશે.
So Friends this was some of the લગ્ન વર્ષગાંઠ શુભેચ્છા – Marriage Anniversary wishes in Gujarati. we hope that you already find best happy anniversary wishes in Gujarati for your husband or wife from this article. How was this all the Happy Wedding Anniversary Wishes in Gujarati tell us in comment section below. Thanks
READ MORE :