સ્વતંત્રતા દિવસ શાયરી અને શુભકામનાઓ | Independence Day Wishes in Gujarati

સ્વતંત્રતા દિવસ શાયરી – INDEPENDENCE DAY WISHES IN GUJARATI મિત્રો, આપણા દેશની આઝાદીમાં ઘણા વીરોએ યોગદાન આપ્યું છે. વીરોએ દેશને આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા. આપણો દેશ ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો. અને આ દિવસથી દર વર્ષે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

સ્વતંત્રતા દિવસના દિવસે શાળા, કોલેજ, સરકારી અને ખાનગી કચેરીઓમાં ધ્વજારોહણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે સ્વતંત્રતા દિવસ શાયરી અને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ સંદેશાઓ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે. જો તમે લોકો પણ આ સ્વતંત્રતા દિવસ દરમિયાન શુભેચ્છા સંદેશાઓ (INDEPENDENCE DAY WISHES IN GUJARATI) શોધી રહ્યા છો. તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે.

સ્વતંત્રતા દિવસ શાયરી

સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ

દેશને આઝાદ થયા ને આટલા વર્ષ થયા
પણ ખુશી હજુ પણ એજ થાય છે
આઝાદી નો દિવસ આવતા જ
દેશના લોકોનું હદય હરખાય છે
🇮🇳તમને સ્વતંત્રતા દિવસની ખાસ શુભકામનાઓ🇮🇳

દેશ માટેનો પ્રેમ એ બતાવી નથી શકાતો
બસ અનુભવીને ગર્વ કરાય છે
એજ ખુશીમાં દર વર્ષે
આઝાદીનો દિવસ ઉજવાય છે
🇮🇳તમને સ્વતંત્રતા દિવસની ખાસ શુભકામનાઓ🇮🇳

તિરંગો લહેરાવીને આવે છે
કા તો તિરંગામાં લપેટાઈને આવે છે
એ ભારતનો જવાન છે સાહેબ
દુશ્મનોને મોતને ઘાટ ઉતારીને આવે છે
દેશના સ્વતંત્ર સેનાનીઓ સાચે જ
ભારત દેશનું નામ ઉગારીને આવે છે
🇮🇳સ્વતંત્ર સેનાની જેવા દેશના તમામ લોકોને સ્વતંત્ર દિવસની શુભકામનાઓ 🇮🇳

સ્વતંત્રતા દિવસ શાયરી

તિરંગો એ દરેક ભારતવાસીઓ ની શાન છે
ટૂંકમાં દેશ જ દરેક નાગરિકોની જાન છે
દેશ માટે મરી પણ શકે અને
કોઈને મારી પણ શકે
કારણકે દેશને આઝાદ થવા માટે
આપેલા બલિદાનોથી ક્યાં નાગરિકો અજાણ છે
🇮🇳તમને સ્વતંત્રતા દિવસની ખાસ શુભકામનાઓ🇮🇳

સ્વતંત્રતા દિવસ શાયરી

તિરંગો ફકત એના ત્રણ રંગોથી નહિ
પણ લોહીના રંગથી પણ રંગાયો હોય છે
એ કોઇ શાહીના ટીપાં નહિ પણ
આપણા દેશના જવાનની દેશભકિતનો રંગ હોય છે
🇮🇳તમને સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશેષ શુભકામનાઓ🇮🇳

INDEPENDENCE DAY WISHES IN GUJARATI

સલામી આપો એ તિરંગાને જે આપણી શાન છે
ફકત આજના દિવસે જ નહિ પણ
આપો સલામી ત્યાં સુધી
જ્યાં સુધી આ શરીરમાં જાન છે
🇮🇳તમને સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશેષ શુભકામનાઓ🇮🇳

INDEPENDENCE DAY WISHES IN GUJARATI

કરીશું વંદન આજ ભારત દેશને
સ્વતંત્ર દિવસ આવ્યો છે
વહેચિશું ભાઈચારો બધાને
અમારો સ્વતંત્ર દિવસ આવ્યો છે
🇮🇳તમને સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશેષ શુભકામનાઓ🇮🇳

ફકત કહેવાથી જ નહીં પણ
દિલથી સ્વતંત્ર દિવસ ઉજવાય છે
પ્રસંગ જ છે એવો સારો કે એની
શુભકામનાઓ અમારાથી તમને અપાય છે
🇮🇳તમને સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશેષ શુભકામનાઓ🇮🇳

થોડોક નશો તિરંગાની આનનો છે
થોડોક નશો માતૃભૂમિની શાનનો છે
દરેક જગ્યાએ તિરંગો લહેરાવશું
કારણ કે આ નશો હિન્દુસ્તાનની સમ્માનનો છે
🇮🇳૭૬ માં સ્વતંત્ર દિવસ ઉજવવા માટે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ 🇮🇳

સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓને સલામ કરું છું
જેમણે પોતાનો જીવ બલિદાન આપીને દેશને આઝાદી આપી
બધા દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામના 🇮🇳

INDEPENDENCE DAY WISHES IN GUJARATI

આ વાતનું અભિમાન સૌને હોવું જોઇએ
દિલમાં આ દેશ માટેનું સ્વાભિમાન રાખવું જોઇએ
અમે જ્યાં જન્મ લીધો તે સ્વર્ગથી સુંદર હિન્દુસ્તાન છે
🇮🇳બધા દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામના 🇮🇳

કસમ ખાઈને આગળ આવ્યા છે
બનાવશું સયુંકત રાષ્ટ્ર એક
રહીશું હળી મળીને એજ
દેશમાં જ્યાં વસે છે પ્રજા અનેક
🇮🇳બધા દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામના 🇮🇳

કરીશું વંદન એ ભારત માતાને
જેમણે રાખ્યા છે બધાને એક કરીને
દૂર કરીશું અસામાજિક તત્વોને
અને મનાવિશું સુંદર રીતે પ્રજાસત્તાક દિનને
🇮🇳બધા દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામના 🇮🇳

આપણા સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને
ક્યારેય ભૂલશો નહીં
જેમણે આ દેશની રચના કરી
જય હિન્દ
🇮🇳બધા દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામના 🇮🇳

એક થઈને આપણે ઊભા છીએ અને
વિભાજિત થઈને પડીએ છીએ
સ્વતંત્રતા દિવસ એ આપણા માટે યાદ અપાવે છે કે આપણેસૌ પ્રથમ ભારતીય છીએ
🇮🇳બધા દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામના 🇮🇳

મિત્રો, મને આશા છે કે તમને આ સ્વતંત્રતા દિવસ શાયરી સંદેશ ગમ્યો હશે. આપ સૌને અમારા તરફથી સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. અમે પ્રાર્થના કરીએ છીએ કે આપણો દેશ ખૂબ પ્રગતિ કરે અને બધા લોકો સુખ, શાંતિ અને એકતામાં રહે. અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આપ સૌનો આભાર.

Share and Enjoy !

Shares
Shares