જીવન પર કવિતા & શાયરી | Gujarati quotes on life: જો માણસ પોતાનામાં વિશ્વાસ રાખે તો તે જીવનમાં કંઈપણ મેળવી શકે છે. પરંતુ આત્મવિશ્વાસના અભાવે ઘણા લોકો જીવનની આ સફરમાં હાર માની લે છે. જો તમે પણ જીવનના ખરાબ અને સંઘર્ષના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો, તો આજે આ લેખમાં આપેલી જીવન પર કવિતા અને શાયરી (Gujarati quotes on life) તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે.
તમે આ કવિતાઓ તમારા મિત્રો અને સંબંધીઓ સાથે સોશિયલ મીડિયા દ્વારા પણ શેર કરી શકો છો. આ ગુજરાતી જીવન પર શાયરી વાંચીને તેમનામાં નવો ઉત્સાહ અને નવી ઉર્જા ઉત્પન્ન થશે. તો ચાલો સમય બગાડ્યા વિના Gujarati quotes on life શરૂઆત કરીએ.
જીવન પર કવિતા, શાયરી | gujarati quotes on life
થયા બહુ વાદ વિવાદ આ જિંદગી માં,
હવે નથી કરવા ફિસાદ આ જિંદગી માં.
સમયની હરોળે બદલાવ જરૂરી છે,
માટે દૂર કરવા છે પ્રમાદ આ જિંદગી માં.
વાદ વિવાદ સૌ કરતા રહી ગયા.
હોંશે હોંશે સૌ લડતા રહી ગયા.
ઈચ્છાઓ સૌ ની અમર બની ગઈ,
ને પોતે ક્ષણે ક્ષણે મરતા રહી ગયા.
જાણે અજાણે કર્યુ ખરાબ ઘણું,
પરિણામ મેળવી કપરુ હરકોઈ ડરતા રહી ગયા.
જીવનને મન ખોલી જીવવામાં મજા આવે,
પણ, લોકો રમત સમજી, રમતા રહી ગયા.
પ્રેમમાં પડીએ તો, લાગણીઓમાં તરવાની કળા જોઈએ,
પણ લોકો અહમથી વિકલાંગ બની, ડૂબતા રહી ગયા.
હોય મક્કમ મનોબળ તો, કોઈ પણ રમત રમી લેવાશે.
નઈ હોય આત્મવિશ્વાસ તો, જીતથી પણ હાથતાળી અપાશે.
પ્રેમ ફેલાવો હોય તો નિઃસ્વાર્થ ભાવે ફેલાવીએ,
લોકો નઈ તો કંઈ નઈ ઉપરવાળો તો અવિરત હરખાશે.
કઠોર પરિસ્થિતિ હોય તો, કેમ સૌ ને સંભળાવીએ?
રાખ હિંમત થોડી આ જીવન હસતા મોઢે જીવી જવાશે.
અણધાર્યા પરિણામ મળતા હોય તો ચિંતા શેની?
સઁયમ રાખવાનો અને આગળ વધવાનું, આ જીવનના પ્રવાશે.
આત્મબળ ને આત્મજ્ઞાન હોય તો કોઈ થી આશ કેમની?
સિદ્ધિ મેળવશો તમે, અને નામ લખાવશે લોકો ઈતિહાશે.
જાણીતા બની ફરી અંજાન કેમ બનવું?
હરિયાળુ બાગ બની વેરાન કેમ બનવું?
છૂટવા માટે જ મુલાકાતો થાય છે અહીં,
તો આ વાત સાંભળી હેરાન કેમ બનવું?
જન્મજાત માલિકીનું નથી અહીં કંઈ પણ,
તો હક જતાવતા, હેવાન કેમ બનવું?
એક હાથે પ્રેમની નદી પાર કરવાની હીંમત જોઈએ,
આ વાત ના સ્વીકારતા શેતાન કેમ બનવું?
અને અંજાન બની કુદી પણ ગયા જો જીવન માં,
તો દગાબાજી ના પુર સમયે બેભાન કેમ બનવું?
આગ લગાવવી હોય તો પ્રકાશ આપવા પ્રગટી જુઓ,
કોઈના જીવનમાં આગ ફેલાવતા તોફાન કેમ બનવું?
જેમ કાદવ માં કમળ ખીલે તેમ,
મુસીબતો માં હસતા શીખવું એ જીંદગી.
જેમ પથ્થર ઘસાઈને હીરો બને તેમ,
કઠિન સમય માં થી પસાર થઈ અનોખું વ્યક્તિત્વ બનાવું એ જિંદગી.
જેમ કરોળિયો જાળ બનાવે તેમ,
સફળતા માટે ઝઝૂમવું એ જિંદગી.
જેમ પાનખર પછી વસંત ખીલે તેમ,
ખરાબ સમય ભૂલી આગળ વધતા શીખવું એ જિંદગી.
જેમ રંગો ચિત્ર ને નિખારે છે તેમ,
બીજાના જીવન માં ખુશીઓ લાવવી એ જિંદગી.
મન ની ઈચ્છાઓ માળીએ ચડી જાય છે,
જીવન માં જ્યારે મજબૂરીઓ નડી જાય છે.
પરિસ્થિતિ ભલે ને કોઈ પણ હોય,
પણ મક્કમ મન નો માનવી લડી જાય છે.
જે મંજિલ આપણી નથી, એ બાજુ જોવું શું કામ?
કામ આપણા પડતા મૂકી, બેહદ ઈર્ષ્યાવુ શું કામ?
આપણી પાસે છે એ પણ કોઈકથી ડોઢું ને સવાયું જ છે,
તો બીજાના જીવન માં આમ ઝાંખવું શું કામ?
જીવનના મર્મ સમજીને જીવીએ, તો ક્ષણે ક્ષણ મજાથી જીવી શકાય.
અને જો દાવ-પેચ લગાવીએ, તો હાર-જીત ની માયાજાળે સુખથી હાથ ધોઈ બેસાય.
રાગ, દ્વેષ, ઈર્ષ્યા, નકારથી તો ઘેરાયેલા જ છીએ આ મનુષ્ય અવતારે.
પણ જો હકારના વૃક્ષ મનમાં રોપીએ, તો સુખના છાંયા જીવનમાં ફેલાય.
જીવન માં હાર મળે કે જીત સ્વીકાર છે.
કંઈ ના કર્યા નો અફસોસ અસ્વીકાર છે.
અણગમતા પરિણામો માટે જ મન મજબૂત બનાવ્યું છે.
હવે નિષ્ફળતા આવે તોયે મનનો ભાવ હકાર છે.
જિંદગી તો જિંદગી છે,એમા ખેલ ના રમજો,
જો ઓચિંતા જ સમય સઁજોગ ફેરવાય તો એને દાવ-પેચ ના ગણજો.
દાવ-પેચ તો નફરત વધારે, ‘ને જિંદગીતો મજા માણવા લાયક છે,
અજ્ઞાનતા ના નશા માં એને ઝેર ના સમજો.
સફર શરૂ કર્યો છે,તો મંજીલે તો પહોંચાશે જ ને,
જિંદગી જીવીએ છીએ,તો રમતો તો રમાશે જ ને.
ખેલૈયાઓ ઓ એકથી એક ચડિયાતા છે અહીં,
જો પ્રેમ કર્યો છે,તો લાગણીઓ તો હણાશે જ ને.
Writer : Krunal Patel
તો મિત્રો આ હતો ગુજરાતી જીવન પર કવિતા અને જીવન પર શાયરી સંદેશ. તમને આ Gujarati quotes on life કેવી લાગી, કોમેન્ટ કરીને જણાવો. આ સિવાય જો તમે અન્ય કોઈ ગુજરાતી જીવન શાયરી જાણતા હોવ તો ચોક્કસ અમને મોકલો. આભાર।
ALSO READ