ગુજરાતી જોક્સ કોમેડી, હાસ્ય જોક્સ । Best New Funny Jokes in Gujarati

ગુજરાતી જોક્સ – Funny Jokes in Gujarati : હસવું એ ઘણા માનસિક તેમજ શારીરિક રોગો માટે શ્રેષ્ઠ ઉપાય છે. તેથી હાસ્ય સ્વાસ્થ્ય માટે સારું છે. આજકાલ ઘણી જગ્યાએ હ્યુમર ક્લાસ પણ લેવામાં આવી રહ્યા છે. પરંતુ તમારે કોઈ વર્ગો લેવાની જરૂર નથી, કારણ કે આજના લેખમાં અમે તમારા માટે ગુજરાતી કોમેડી જોક્સ – Jokes in Gujarati લાવ્યા છીએ.

આ ગુજરાતી જોક્સ ખરેખર તમને ઘણું હસવામાં મદદ કરશે. જો તમને આ જોક્સ ગમે તો અન્ય લોકો સાથે પણ શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો શરૂ કરીએ…

Funny Jokes in Gujarati

Funny Jokes in Gujarati ગુજરાતી જોક્સ
Jokes in Gujarati

પપ્પૂ- યાર ગપ્પૂ તું હંમેશાં મારી સાથે રહ્યો છે…
જ્યારે મારો અકસ્માત થયો ત્યારે પણ…
જ્યારે મારી નોકરી ગઈ ત્યારે પણ…
જ્યારે મારા પિતાએ મને ઘરેથી લાત મારીને બહાર કાઢ્યો… ત્યારે પણ તું મારી સાથે હતો…
ગપ્પૂ – હું હંમેશાં તારા ખરાબ સમયમાં તારી સાથે રહીશ મારા મિત્ર…
પપ્પૂ – અરે દૂર હટ મારાથી… લાગે છે તુ જ પનોતી છે રે બાબા… 😂😂😂

માં – ઊઠ નાલાયક, જો સૂરજ ક્યારનો નીકળી ગયો છે.
દીકરો – તો શું થયું મા, એ ઊંઘે પણ મારી પહેલા છે.
😅😅😅😅😅

એક વૃદ્ધાનો જમાઈ ખૂબ જ કાળો હતો.
સાસુ – જમાઈ રાજા, તમે એક મહિનો અહીં રોકાઓ. દૂધ દહીં ખાઓ. મોજ કરો અને આરામથી અહીં રહો.
જમાઈ – અરે વાહ સાસુમાં, આજે મારા પર ખૂબ પ્રેમ આવી રહ્યો છે તમને.
સાસુ – અરે પ્રેમ વ્રેમ કંઈ નહીં કલમુખા. એ તો અમારી ભેંસનું બચ્ચું મરી ગયું છે, તારું મોઢું જોઈને એ દૂધ તો આપતી રહેશે.
😝😝😝

વિચારું છું કે વૉટ્સએપ બંધ કરી દઉં પરંતું તેનું ઢાંકણું નથી મળી રહ્યું.
😝😝😂😂

બે પ્રકારની છોકરીઓ પાછળ ક્યારેય ન ભાગો.
જેની પાછળ હું છું, કેમ કે એ તમારાથી ક્યારેય નહીં પટે અને
જેની પાછળ હું નથી, કેમ કે જો એ મારાથી ન પટી તો તમારાથી શું ધૂળ પટવાની.
😁😁😁
Jokes in Gujarati

મહિલા (દુકાનદારને) – ભાઈ, સરખો ભાવ રાખો. હંમેશાં તમારી દુકાનથી સામાન ખરીદીએ છીએ.
દુકાનદાર – મેડમ, થોડું તો ભગવાનથી ડરો !,
આજે દુકાનનો પહેલો દિવસ છે. 😅😅

છોકરી – મારા ફોનમાં નેટવર્ક નથી આવી રહ્યું
દુકાનદાર – મેડમ, એ તો ખરાબ હવામાનના કારણે.
છોકરી – ભાઈ, ગમે એટલા પૈસા લાગે એ લઈ લો બસ નવું હવામાન નાખી દો
દુકાનદાર બેભાન.😅😅
ગુજરાતી જોક્સ

કહેવાય છે કે મોબાઈલનો વધારે ઉપયોગ કરવાથી માણસ બગડી જાય છે
એટલે હું એક જ મોબાઇલ વાપરું છું. 🤣🤣

સંતાએ ભગવાનને પૂછ્યું
સંતા – તમારા માટે કરોડો વર્ષ કેટલા હોય છે?
ભગવાન – એક સેકંડ સમાન
સંતા – અને કરોડો રૂપિયા?
ભગવાન – એક ફૂટેલી કોડી સમાન
સંતા – તો શું તમે મને એક ફૂટેલી કોડી આપી શકો છો?
ભગવાન – કેમ નહીં, એક સેકંડ ઊભા રહો. 🤣🤣

ગુજરાતી જોક્સ કોમેડી

બે મહિલાઓ પરસ્પર વાત કરી રહી હતી
પહેલી મહિલા – ઘણા વર્ષો પહેલાં એક બાબાએ મને કહ્યું હતું કે ભગવાન તને એટલું આપશે કે તુ સંભાળી શકીશ નહીં.
બીજી મહિલા – તો શું થયું?
પહેલી મહિલા – હવે ખબર પડી તેઓ વજનની વાત કરી રહ્યા હતા. 😝😝😭
ગુજરાતી જોક્સ – Jokes in Gujarati

બે મિત્રો:
યાર ગઈકાલે રાત્રે ઘરે મોડો પહોંચ્યો,
બેલ વગાડી પણ પત્નીએ દરવાજો જ ન ખોલ્યો
આખી રાત રસ્તા પર વિતાવી 😒
મિત્ર : પછી સવારે પત્નીના સમાચાર લીધા કે નહીં?
…. ના યાર, સવારે દારૂનો નશો ઉતર્યો તો યાદ આવ્યું,
હજી તો મારા લગ્ન જ નથી થયા
અને ચાવી તો ખિસ્સામાં જ હતી!!

ભક્ત : બાબા, ભણેલો ગણેલો છું, પણ નોકરી મળતી નથી, શું કરું..??
નિર્મલબાબા – ક્યાં સુધી ભણ્યા છો…?
ભક્ત – બાબા મેં B.A. કર્યું છે.
નિર્મલબાબા – વધુ એક વખત B.A. કરી લો. BABA બની જશો,
નોકરીની જરૂર નહીં પડે.

પત્ની : તમે તો કહેતા હતા કે તમે “લગ્ન” બાદ પણ મને આ જ રીતે “પ્રેમ” 😙 કરશો??
પતિ : મને ક્યાં ખબર હતી કે “તારા” લગ્ન મારી સાથે 😨 જ થઈ જશે…!!!
😜😜😜😜
Funny Gujarati Jokes

એક વ્યક્તિએ કહ્યું – મેં મારી પત્નીને 12મું પાસ કરાવ્યું, પછી બી. એ. કરાવ્યું, પછી એમ.એ અને પછી સરકારી નોકરી અપાવી,
હવે શું કરું?….. 😙
બીજી વ્યક્તિએ કહ્યું – તુ તો બાપથી વધીને છે, હવે સારો છોકરો જોઈને તેના લગ્ન કરાવી દે
😂😂😂

સંતા : આ શાનું ખેતર છે?
ખેડૂત : આ કપાસનું ખેતર છે,
જેનાથી કપડાં બને છે.
સંતા : આમાં પાયજામા બનાવવા માટેનો છોડ કયો છે?
ખેડૂત બેભાન 🤣🤣🤣🤣

તો મિત્રો આ હતું ગુજરાતી જોક્સ અને Jokes in Gujarati. અમે આશા રાખીએ છીએ કે આ વાંચ્યા પછી તમે ઘણું હસ્યા હતા. આ Funny Jokes in Gujarati કેવી રીતે અમને ટિપ્પણીઓમાં જણાવો. અને આ અન્ય લોકો સાથે શેર કરવાનું ભૂલશો નહીં, કારણ કે સુખ વહેંચવાથી વધે છે.

Read More

Share and Enjoy !

Shares
Shares