{50+} મહાદેવ ના ફોટો અને ગુજરાતી શાયરી સ્ટેટસ । Mahadev Quotes, Shayari in Gujarati

Advertisement

મહાદેવ ના ફોટો અને શાયરી Mahadev Quotes in Gujarati: કહેવાય છે કે તમામ દેવોના દેવ મહાદેવ છે. ભગવાન શંકર સ્વભાવે ભોળા અને દયાળુ છે. પરંતુ જો કોઈ વ્યક્તિ પાપ કરે છે, તો ભગવાન તેના પર નારાજ થાય છે અને તેનો નાશ કરવાની શક્તિ ધરાવે છે. જો તમે તમારી ભક્તિથી મહાદેવને પ્રસન્ન કરશો તો મને ખાતરી છે કે આ પૃથ્વી પર તમારું કલ્યાણ થશે.

ભગવાન શિવ પ્રત્યેની અમારી ભક્તિ વ્યક્ત કરવા માટે, આજના લેખમાં, અમે તમારા માટે મહાદેવ ના શાયરી ફોટો (Mahadev Quotes in Gujarati) લઈને આવ્યા છીએ. તમે આ મહાદેવ સ્ટેટસ ગુજરાતી ને તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. આ મહાદેવ સુવિચાર, શાયરી (mahadev shayari gujarati) વાંચ્યા પછી, હું આશા રાખું છું કે મહાદેવ પ્રત્યેની તમારી ભક્તિ ચોક્કસપણે વધશે.

Mahadev Quotes in Gujarati

Mahadev Quotes in Gujarati

શિવ સમું કોઈ ભોળું નથી,
એટલેજ તો કોઈ તેઓ થી અળગું નથી,
જીવ અને શિવનું મિલન સહેલું નથી,
બસ હ્રદયથી કરો પોકાર તો અઘરું પણ નથી.

Advertisement

ભક્તજનો રિઝવે ભોળાનાથ,
ચડાવે લોટા અગણિત શ્રદ્ધા સાથ,
છતાં ના ભરાય મન તો ભરે બાથ,
ને માનોવાંચ્છીત ફળ અર્પે ભોળાનાથ.
મનોકામના પૂર્ણ કરવાને ક્યાં જરૂર શિવજી ને કોઈ લખવાને પત્ર,
બસ હ્રદયથી કરો પોકાર ને ચડાવો સ્વહસ્તે બિલ્લીપત્ર.

ભૂતો જો જંખે ભગવાન ભોળાનાથ,
તો માનવ તું શાને અટકે દ્વારે ભોળાનાથ.
mahadev quotes in gujarati

mahadev quotes in gujarati

જટાધારી શિવ મસ્તકે ગંગા રહેવાસી,
ત્રિશુલ સોહે કંઠે વિષ ને નાગધારી,
ભસ્મ ચોળી અંગે રહે સંગે સદા ભૂત ટોળી,
ૐ નમઃ શિવાય જપે સહુ નરનારી.

Advertisement

મહાદેવને કારણે જગત અને
મહાદેવને કારણે શક્તિ છે
સ્વર્ગ સુખ અને આનંદ
મહાદેવના ભક્તિમાં છે.
હર હર મહાદેવ

જીવ ના જાણે કશુ બસ જંખે શિવ,
પામર જીવ જપે શિવ,
નીકળી પડે અનંત યાત્રા એ જીવ,
પામે શિવનું શરણ કાયમી જીવ.

શિવજીનો મહિમા છે અપરંપાર,
જે ભજે તેનો બેડો થાય પાર.

Advertisement

mahadev quotes in gujarati

મહાદેવ ના ફોટા

ત્રિનેત્ર ધારી કરે ભસ્મ મહાદેવ,
કામને દેતા માત ભજે સહુ મહાદેવ,
સતી કાજે કરતા તાંડવ મહાદેવ,
છતાંય ભક્તો માટે સદા ભોળા મહાદેવ.

અરે ઓ!! દુઃખ, વ્યાધિ, ઉપાધિ અનેક તારા નામ,
પણ તુજને કરવાને દુર બસ એકજ કાફી ૐ નામ.

Advertisement

શિવ ચરણે જો નમે શીશ,
પુરી થાય દરેક વિશ.

ન જીવવાનો આનંદ
ન મરવાનું દુ:ખ
જ્યાં સુધી જીવન છે
ત્યાં સુધી રાહુ મહાદેવનો ભક્ત

મહાદેવ સ્ટેટસ ગુજરાતી

મહાદેવ સ્ટેટસ ગુજરાતી

અર્ધનારેશ્વર ભજે સહુ ભક્તજનો,
કપટી માટે ખોલે નેત્ર ત્રીજું શિવ ભક્તજનો,
કરે જો શિવ કોઈ પોકાર દોડી આવે મદદે ભક્તજનો,
ડરને ભગાવે નામ જપ ૐ નમઃ શિવાય સંગે સદા ભક્તજનો.

Advertisement

શિવજી તપે ને રચે પ્રલય,
તેઓ ને અટકાવવા સક્ષમ ના કોઈ લય,
સતી કેરી સ્નેહશક્તિ અટકે પ્રલય,
સહુ દેવો હર્ષિત સ્વરે કરે શિવ શક્તિનો જય.

ભટકતા જીવનો છે બસ એક આધાર,
ભવબંધનનાં ફેરા ટળે જો જપે શિવ નર-નાર.

Mahadev Quotes in Gujarati

ભજે સહુ નર નારી ૐ નમઃ શિવાય,
પાપીના પાપ નષ્ટ કરે ૐ નમઃ શિવાય,
દુઃખીના દુઃખ દુર કરે ૐ નમઃ શિવાય,
કષ્ટ સહુના હરે ૐ નમઃ શિવાય,
ભક્તિનો માર્ગ સરળ કરે ૐ નમઃ શિવાય,
રોગીઓના રોગ કરે દૂર ૐ નમઃ શિવાય,
ભયનો કરે નાશ ૐ નમઃ શિવાય,
મુક્તિનો માર્ગ સરળ કરે ૐ નમઃ શિવાય,
જીવને શિવનું મિલન કરાવે ૐ નમઃ શિવાય.

Advertisement

સતી અને શિવજી બન્નેનો અરસપરસ પ્રેમ અતૂટ,
સહુ પતિવ્રતા નારી જંખે શિવ સમો સાથ અતૂટ,
મેળવવાને શિવ સમા પતિ કરતી નારી વ્રતો અતૂટ,
વ્રત કેરી શ્રધ્ધા ને શિવજી કેરો આશિષ સદા લગ્નજીવન બને અતૂટ.

mahadev shayari gujarati

ભજી લેજો માનવ ભાવથી શિવ શંકર,
બાકી શિવને જીવના મિલન વિના જીવન છે કંકર.

મહાદેવ શાયરી, સુવિચાર – MAhadev Shayari Gujarati

મહાદેવ સ્વર્ગ છે
મહાદેવ જ મોક્ષ છે
આ મહાદેવનો સાક્ષાત્કાર
જીવનનો ધ્યેય છે
હર હર મહાદેવ

Advertisement

દેવો પણ મુસીબત સમયે સંભારે મહાદેવ,
મુસીબતનો કરે પળભરમાં હલ મહાદેવ,
તો એ માનવી તું ભજી લે મહાદેવ,
માંગ્યા વિના સઘળું હરે ને ધરે એ મહાદેવ.

mahadev shayari gujarati
mahadev shayari gujarati

Mahadev જેની સંગે સદા રહે ભૂત ટોળી, તેના નામ જપે જ તે પી જાય સઘળા કષ્ટ ઘોળી.

વ્હાલા શિવજી છે ત્રિનેત્ર ધારી, તેઓ સમક્ષ સઘળી પાપી શક્તિ હારી. shayari gujarati ઓમ નમઃ શિવાય

Advertisement

બર્ફીલા પ્રદેશના છે એ રહેવાસી,
ટાળે તાપ ભક્તો કેરો એ રહેવાસી,

શિવશક્તિનાં સ્નેહનો મહિમા અનંત,
કેવડાત્રીજ વ્રતનો મહિમા સમજાવે એ અનંત.

નંદિનીબા ઝાલા
(સ્નેહ
)

Advertisement

Mahadev shayari gujarati : તો આ કેટલાક મહાન મહાદેવ ના ફોટા હતા. તમારે તમારા સોશિયલ મીડિયા દ્વારા આ Mahadev Quotes in Gujarati શેર કરવા જ જોઈએ. તમને આ મહાદેવ સ્ટેટસ ગુજરાતી કેવો ગમ્યો તે અમને જણાવો. ભગવાન શિવના આશીર્વાદ સૌ વાચકો પર રહે એવી અમારી પ્રાર્થના છે.

મિત્રો, અમારી વેબસાઈટ પર શિવ મહાદેવ સુવિચાર, શાયરી ઉપરાંત અનેક ગુજરાતી સ્ટેટસ અને જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવી છે, જે તમારે એકવાર જરૂર જોવી જોઈએ. આ મહાદેવ ના ફોટા પોસ્ટ વાંચવા બદલ આભાર.

વધુ વાંચો:

Advertisement
Advertisement

Share and Enjoy !

Shares
Shares